વાંકાનેરમાં BSNL ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને ડોક્ટર સાથે છેતરપિંડી કરે તે પહેલા જ ત્રણને દબોચ્યા
SHARE
વાંકાનેરમાં BSNL ના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને ડોક્ટર સાથે છેતરપિંડી કરે તે પહેલા જ ત્રણને દબોચ્યા
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં જુદીજુદી હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરીને તેને મોરબી જિલ્લાના બી.એસ.એન.એલ.ના તમામ કર્મચારોઓના મેડીકલ સારવારના કોંટ્રાકટ અપાવવાની લાલચ આપવામાં આવતી હતી અને ગઠિયા દ્વારા બી.એસ.એન.એલ.ના બહાને ખોટા ટેંડર બનાવી, ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને આવી જ રીતે વાંકાનેરમાં ડોક્ટરની સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયાનુ બુચ મારે તે પહેલા મોરબી જિલ્લા એસઓજીની ટીમે ત્રણ શખ્સોને રંગે હાથે ઝડપી લીધા છે
મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા સુચના મળતી હોય છે તેને ધ્યાને લઈને એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં એસઓજીને એક અરજી મળેલ હતી કે, મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ડોક્ટરોને બી.એસ.એન.એલ. ના એમ્પ્લોઇના મેડીકલ સારવારનો કોંટ્રાકટ આપવાનું કહેવામા આવે છે અને તેની સાથે એમ.ઓ.યુ. કરવાનું કહીને જે તે હોસ્પિટલના ડોક્ટર પાસેથી તેની અવેજીમાં લાખો રૂપિયાનું કમિશન માંગવામાં આવી રહ્યું છે અને આ શખ્સો દ્વારા બી.એસ.એન.એલ. રાજકોટના નામે ખોટા લેટર પેડ પર ખોટા ટેંડર બનાવી અને તેમા ખોટો રબ્બર સ્ટેમ્પ કરી ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ડોકટરો પાસેથી લાખો રૂપીયા પડાવવાનો પ્રયાસ કરે છે
જેથી કરીને આ ગેંગને પકડવા માટે અરજી આધારે એસઓજીની ટીમ કામ કરી રહી હતી દરમ્યાન ગઇકાલે બી.એસ.એન.એલ.ના જનરલ મેનેજર યોગેશકુમાર ગઢશીરામ ભાસ્કર સાથે વાંકાનેરમાં આવેલ રોયલ કેર હોસ્પીટલના ડો.ધર્મેદ્રસિંહ ઝાલાએ વાત કરી હતી અને ત્યાર બાદ છટકુ ગોઠવીને ડોકટરો પાસેથી લાખો રૂપીયાની છેતરપીંડી કરી રૂપીયા પડાવી લેનાર ગેંગના ત્રણ શખ્સોને એસઓજીની ટીમે ઝડપી લીધા હતા અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે હાલમાં જે આરોપીઓ પડકાયેલ છે તેમાં રમેશ રામસુભાગ પ્રજાપતી (૫૦) રહે. રામ લક્ષમણ ગામ તાલુકો રૂદ્રપુર યુ.પી., સુનીલ દેવીદયાલ નામદેવ જાતે દરજી (૨૪) રહે. વોર્ડ નં-૮૫ લાલારામ ચોકડી સામે કલ્યાસોત પૂલ પાસે સમરધા ગામ હોશંગાબાદ રોડ પોસ્ટ હુઝુર ભોપાલ મધ્યપ્રદેશ અને સલમાન નબીમહમદ કુરેશી જાતે મુસ્લીમ (૨૩) રહે. ઇસ્લામ પૂરા પંચાયતી મસ્જીદ પાસે જીલ્લો ભોપાલ મધ્યપ્રદેશ વાળાનો સમાવેશ થાય છે
આ શખ્સો પાસેથી પોલીસે બનાવટી દસ્તાવેજ જેમાં બી.એસ.એન.એલ. એલોટમેન્ટના ત્રણ લેટરો, ૬ મોબાઇલ જેની કિંમત ૧૬૫૦૦ અને રોકડા રૂપીયા ૯૦૦૦, ડમી ચુંટણી કાર્ડ, બેંકના બે કાર્ડ, ૧ થેલો આમ કુલ મળીને ૨૫,૫૦૦નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ મોરબી જિલ્લાના જુદા જુદા ડોકટરના નામ વાળી ચીઠ્ઠીઓ કબ્જે કરવામાં આવી છે આ કામગીરી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ કે.આર.કેસરીયા, રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મીયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ દ્વારા કરવામાં આવી હતી