ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૧ જુગારી પકડાયા


SHARE







મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૧ જુગારી પકડાયા

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર ગીતા મિલની પાછળના ભાગમાં, જનકલ્યાણ નગર સોસાયટી પાસે તેમજ વાંકાનેર તાલુકાના મેસરિયાથી અદેપર ગામ તરફ જવાના રસ્તાએ તળાવના કાંઠે જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કુલ મળીને ૧૧ જુગારી મળી આવ્યા હોય પોલીસે તેની સામે જુગાર ધારા હેઠળ ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જનકલ્યાણ નગર સોસાયટી પાસેથી જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા નવઘન મનુભાઈ ડુંગરા જાતે કોળી (૨૨), અફઝલ ઉર્ફે જલો અકબર સમા (૩૨) અને રફીક હાસમભાઇ કાસમાણી (૪૫) મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૨૭૦૦ નો મુદામાલ કબજે કરીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલ મીલની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી જુગાર રમતા મહમદભાઈ જીવાભાઈ પરમાર (૩૮), ગુલામહુસેન નુરમહંમદ પીપરવાડીયા (૪૦), હનીફભાઈ આદમભાઈ કઇડા (૪૫) અને હાસમભાઈ કાસમભાઈ ગાધ (૬૧) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૩૯૨૦ કબજે કરીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના મેસરીયાથી અદેપર જતા રસ્તા ઉપર ખોડીયાર માતાજીના મંદિર સામે તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રમેશભાઈ મીઠાભાઇ મેર (૩૭), રમેશભાઈ ઉર્ફે દેવો માવજીભાઈ ચૌહાણ (૨૬), છગનભાઈ રામજીભાઈ ગોરીયા (૩૭) અને વનાભાઈ ગેલાભાઈ મેર (૫૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રોકડા ૧૭૧૦૦ કબજે કરીને જુગારધારા હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News