મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

સામો કેમ ચાલ્યો આવે છે કહીને વાંકાનેરના મહિકા ગામે વાડી ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











સામો કેમ ચાલ્યો આવે છે કહીને વાંકાનેરના મહિકા ગામે વાડી ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતો યુવાન તેની વાડીએ જતો હતો ત્યારે ગરીયા ગામના શખ્સે “તુ શુ કામ સામો ચાલ્યો આવેશ” કહીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને બાદમાં યુવાનની વાડીએ જઈને ત્રણ શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે ડિસ્ટ્રીક બેંકની બાજુમાં રહેતા ઇલ્મુદીનભાઇ હૈયાતભાઇ માથકીયા જાતે મોમીન (૩૮)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવરાજસિંહ ઉર્ફે બાબભા તખુભા વાળા રહે. ગારીયા તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાની વાડીએ ચાલીને જતા હતા ત્યારે આરોપી યુવરાજસિંહ તેનુ બાઇક લઈને સમેવ આવ્યા હતા અને ત્યારે તેને કહ્યું હતું કે, “તુ શુ કામ સામો ચાલ્યો આવેશ” અને બાદમાં ગાળો આપીને બોલાચાલી કરેલ હતી અને તેનો ખાર રાખી ફરીયાદી પોતાની વાડીએ હતો ત્યારે યુવરાજસિંહ સહિત ત્રણ શ્ખ્સોએ ત્યાં આવીને લોખંડનો પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવાનને યુવરાજસિંહે માથાના ભાગે લોખંનો પાઇપ મારી ઇજા કરી હતી અને બીજા બે અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News