મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

સ્થાનિક પોલીસ નિંદ્રાધીન: વાંકાનેરમાં વરલી જુગારના આંકડા લેતા ત્રણ શખ્સ ૩૪,૪૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE







સ્થાનિક પોલીસ નિંદ્રાધીન: વાંકાનેરમાં વરલી જુગારના આંકડા લેતા ત્રણ શખ્સ ૩૪,૪૦૦ ના મુદામાલ સાથે પકડાયા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં વરલી જુગારના હાટડા અનેક જગ્યાએ ચાલુ છે ત્યારે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે વરલી જુગારના આંકડા લેતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને ૩૪૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી માટે આરોપીઓને વાંકાનેર પોલીસ હવાલે કરેલ છે

વાંકાનેરમાં જુદી જુદી જગ્યા ઉપર વરલી જુગાર સહિતની બદીઓ ચાલુ હોય તેને ડામવા માટે થઈને સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેર રેલવે સ્ટેશન રોડ સરકારી આવાસ યોજનાના ક્વાર્ટર પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા ત્રણ શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧૯૪૦૦ તેમજ ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત ૧૫૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૩૪૪૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે ક્રિપાલસિંહ બાબુભા જાડેજા જાતે દરબાર (૩૬) રહે. મિલન પાર્ક રેલવે સ્ટેશન રોડ વાંકાનેર, પ્રકાશ કરસનભાઈ ગોરીયા જાતે કોળી (૩૧) રહે. મિલ પ્લોટ ડબલ ચાલી રેલવે સ્ટેશન રોડ વાંકાનેર અને અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઇ ભટ્ટી જાતે મિયાણા (૪૫) રહે. સરકારી આવાસ યોજનાના બ્લોક-એ કવાર્ટર નં-૬ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાવીને આરોપીઓ તથા મુદ્દામાલ વાંકાનેર સિટ પોલીસને સોંપવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીએ છે કે, વાંકાનેર શહેર અને તાલુકામાં દારૂ અને જુગારની બદીને ડામવામાં સ્થાનિક પોલીસની ઢીલીનીતિના કારણે અવારનવાર એલસીબીની ટીમ દ્વારા દારૂ અને જુગારના રેડ વાંકાનેર પંથકમાં કરવામાં આવતી હોય છે અને ત્યારે મુદ્દામાલ અને આરોપીઓને પકડવામાં આવે  છે જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તેની સામે સ્વભાવિક રીતે સવાલ ઊઠે તેમ છે






Latest News