વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એકત્રીકરણ તથા પથ સંચલનનું આયોજન કરાયું


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એકત્રીકરણ તથા પથ સંચલનનું આયોજન કરાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર દ્વારા શનાળા રોડ ઉપર નવ બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ જે. એ.પટેલ મહિલા કોલેજ ખાતે ગઇકાલે બપોરે ૩ થી ૬ ના સમયમાં એકત્રીકરણ તથા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંતના શારીરિક પ્રમુખ દિપકભાઈ ગમઢા, સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા અને સ્વયંસેવકોએ દંડના વિવિધ પ્રયોગ, નિયુદ્ધ વિગેરેના સુંદર પ્રયોગ કરેલ હતા અને ત્યાર બાદ મહિલા કોલેજ, જી.આઇ.ડી.સી ., શનાળા રોડ, ડો. ભાડેસિઆ  હોસ્પિટલ થઈને મહિલા કોલેજ રૂટમાં સ્વયંસેવકોનું અનુશાસિત પથ સંચલન ઘોષના તાલ સાથે નિકળ્યું હતું જેને નગરજનોએ સુંદર પ્રતિસાદ આપ્યો હતો આ પથ સંચલનમાં અંદાજે ૧૫૦ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો ત્યારબાદ રાજકોટ વિભાગ પ્રચારક રામસિંહભાઈ બારડે વક્તવ્ય આપ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, હિન્દુ સંગઠન જેમ જેમ મજબૂત બનશે તેમ તેમ રાષ્ટ્ર  પરમ વૈભવને પામશે અને તે માટે સંઘ કાર્યનો નિરંતર વિકાસ થાય તે દિશામાં તન, મન અને ધનથી કાર્ય કરવાની જરૂર છે આ ગૌરવ યુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયા, રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા, સહ કાર્યવાહ જસ્મિનભાઈ હિંસુ, મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારિયા, સહ કાર્યવાહ દિલીપભાઈ કડેચા, જીતુભાઈ વિરમગામા, પ્રચારક સુરેશભાઈ ગોરસિયા વિગેરેનું પ્રેરણાત્મક માર્ગદર્શન મળેલ હતું આ કાર્યક્રમમાં અંદાજે ૨૩૦ સ્વયંસેવક ઉપસ્થિત રહયા હતા






Latest News