મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામની શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો


SHARE











મોરબીના બિલિયા ગામની શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો

મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપશાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા સાંજના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી  ઋણાનુંબંધ મહોત્સવ યોજાઈ ગયો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામુલું કાર્ય એવા રક્તદાન માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામના ૩૦૦૦ જેટલા લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકોનુંતેજસ્વી તરલાઓનું સન્માન તેમજ શાળાના પ્રથમ વિદ્યાર્થી ધરમશીબાપા સાંણદિયા હાલ શતાયુ વર્ષની ઉંમરે હયાત હોય એમનું પણ સન્માન કરાયું હતું  આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન કરાયું હતું અને ધનજીભાઈ કાવર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને હાઈજિન કીટ અર્પણ કરવામાં આવી હતી તો બિલિયા સોશ્યલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિરાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા આ પ્રસંગે ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ સૌનું શાબ્દીક અભિવાદન કર્યું હતું અને ચતુરભાઈ કાવરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને આ તકે નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત અને કબીરધામના મહંત મહા મંડલેશ્વર ૧૦૦૮ શિવરામદાસજી આશિર્વચન પાઠવતા જણાવ્યું કે જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે જીવનમાં ગુરૂનું ખુબજ મહત્વ છે શિક્ષક જ બાળકનું ઘડતર કરે છે આ સુંદર કાર્યક્ર્મ માટે શાળાના વર્તમાન આચાર્ય કિરણભાઈ કાચરોલા, તમામ શિક્ષકો અને આયોજકોને અભિનંદન આપ્યા હતા અને આ કાર્યક્ર્મમાં સમસ્ત બિલિયાવાસીઓ, બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર તેમજ બિલિયા સોશ્યલ ગ્રુપના કાર્યકર્તાઓએ તનમન અને ધનથી ખુબજ જહેમત ઉઠાવી હતી






Latest News