મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના વવાણીયા ગામે ગળેફાસો ખાઇ જતાં પરિણીતાનું મોત


SHARE











મોરબીના વવાણીયા ગામે ગળેફાસો ખાઇ જતાં પરિણીતાનું મોત

મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક તથા માળીયા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ માળિયા-મિંયાણાના વવાણીયા ગામે રહેતા રઝીયાબેન અસગરઅલી સુલેમાનભાઈ શેખ નામની ૨૧ વર્ષીય પરિણીતાએ તેના ઘેર ગઈકાલ તા.૩ ના રોજ બપોરે એકાદ વાગ્યે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેણીનું મોત નીપજયું હતું જેથી રઝીયાબેનના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતા માળીયા પોલીસ મથકના એચ.એમ.મકવાણાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા મીંયાણામાં યુવાન ઉપર લોખંડની ટામી વડે હુમલો

માળીયા મીંયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસે રહેતો રફીક હનીફભાઈ ભટ્ટી નામનો ૨૫ વર્ષનો યુવાન ઇરફાનભાઈની દુકાન પાસે ઉભો હતો ત્યારે તેની પાસે આવીને અકબરઅલી અને સલમાન નામના બે લોકો તેની પાસે આવ્યા હતા અને ફોન ઉપર વાત કર્યા બાદ બંને દ્વારા લોખંડની ટોમી વડે રફિકભાઈ ભટ્ટી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રફિકભાઈ ભટ્ટીને માળીયા મીંયાણા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને માળીયા પોલીસને જાણ કરતાં માળીયા પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની અવની ચોકડી લીલાપર રોડ નજીક આવેલા મિલાપ નગરમાં રહેતા ભાવીન રમેશભાઇ ગાંભવા નામના ૩૬ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રાજેશભાઈ ભૂપતભાઈ નામના ૫૫ વર્ષીય આધેડ મોરબી કેનાલ રોડ ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યાં કાર ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા રાજભાઈ ભુપતભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.






Latest News