ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બે લાખની કિંમતના જનરેટરની ચોરી કરનાર ત્રિપુટીના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં બે લાખની કિંમતના જનરેટરની ચોરી કરનાર ત્રિપુટીના રિમાન્ડ મંજૂર

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી પાસે ઈન્ડેઝના ટાવર પાસેથી કિલોસ્કાર કંપનીના ૧૫ કેવિના જનરેટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને બે લાખ રૂપિયાની કિંમતના જનરેટરની ચોરી થઈ હોવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અશોકભાઈ પાલજીભાઈ રાઠોડ (૩૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે ગત તા. ૧૯/૧૨ ના રાત્રીના ૧૧:૦૦ વાગ્યાથી લઈને તા. ૨૪/૧૨ ના બપોરના ૩:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી પાસે ઇન્ડેઝના ટાવરના વંડામાં દિવાલનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરીને ટાવર પાસે રાખવામાં આવેલ કિલોસ્કર કંપનીનું ૧૫ કેવીનું જનરેટર જેની કિંમત બે લાખ રૂપિયાના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને એ ડિવિઝન પોલીસે જનરેટર ચોરીમાં ટાવર કંપનીમા ફરજ બજાવતો ટેકનીશીયન મહેશભાઇ કનુભાઇ વ્યાસ, તૌફીકભાઈ યાકુબભાઈ સોલંકી અને મકસુદભાઈ અહેમદભાઈ મોહેલની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News