મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મુંબઈમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩.૨૪ લાખની ચોરીના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓ રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE







મોરબીમાં ૨૩.૨૪ લાખની ચોરીના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓ રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીમાં સ્ટોર રૂમને તસ્કરોએ નિશાના બનાવ્યું હતું અને ત્યાં મૂકવામાં આવેલ સબમર્સીબલ પંપ, ઈલેક્ટ્રીક મોટર તેમજ વાયર આમ કુલ મળીને ૨૩.૨૪ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પાંચ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની ઓફિસ એનસી-૭ પંપીંગ સ્ટેશન ખાતે રહેતા નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ રમેશભાઈ ચોરવડિયા જાતે પટેલ (૩૩) એ ચોરીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગોડાઉનમાંથી તસ્કરો ૭ સબમર્સીબલ પંપ, ૧૧ ઇલેક્ટ્રીક મોટર અને જુદી જુદી સાઈઝના ૧૦૧૩૩ મીટર કેબલ વાયર આમ કુલ મળીને ૨૩,૨૪,૩૪૪ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જે ગુનામાં પોલીસે સુનીલભાઇ મનજીભાઇ સોલંકી જાતે ભીલ (૨૩), પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી જાતે પટેલ (૪૨), બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર જાતે મારવાડી (૫૦), દિનેશભાઇ ઉર્ફે દિનો કેશાભાઇ પરમારા જાતે ભીલ (૨૦) અને મગનારામ ઉર્ફે મગન વિરમારામ કલબી જાતે ચૌધરી પટેલ (૩૩)ની ધરપકડ કરી હતી આ આરોપીઓ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હજુ જે આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News