મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના લૂંટના ગુનામાં પકડાયેલા સાતેય આરોપીઓ જેલ હવાલે: એકની શોધખોળ યથાવત


SHARE







મોરબીના લૂંટના ગુનામાં પકડાયેલા સાતેય આરોપીઓ જેલ હવાલે: એકની શોધખોળ યથાવત

મોરબીના પીપળી ગામ પાસેથી ૨૯ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં સાત આરોપીઓને પકડીને તેની પાસેથી લૂંટમાં ગયેલ તમામ મુદામાલને રિકવર કરી લેવામાં આવેલ છે ત્યારે શુક્રવારે રિમાન્ડ પૂરા થતાં હોય તે સાતેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને એક આરોપી પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલુ છે

મોરબી નજીકના પીપળી ગામે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ કારખાને પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા જેની લૂંટની ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮)શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯)મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭)રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮)દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮)ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦) અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧)ને પકડાયા હતા અને તેની પાસેથી લૂંટમાં ગયેલ તમામ રકમને રિકવર કરેલ છે અને અન્ય મુદામાલ પણ કબજે કરેલ હતો જે આરોપીઓના શુક્રવારે સાંજે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકી રહેલા એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News