મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં થર્ટી ફર્સ્ટની રાતે હોટેલ-ફાર્મ હાઉસો ઉપર ચેકીંગ કરશે પોલીસે: એસપી


SHARE











મોરબી જીલ્લામાં થર્ટી ફર્સ્ટની રાતે હોટેલ-ફાર્મ હાઉસો ઉપર ચેકીંગ કરશે પોલીસે: એસપી

૩૧ ડિસેમ્બરની ઉજવણી થનાર છે ત્યારે મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામા આવશે આટલું જ નહીં પરંતુ મોરબી જીલ્લામાં થર્ટી ફર્સ્ટની રાતે હોટેલ અને ફાર્મ હાઉસો ઉપર પોલીસ ચેકીંગ કરશે તેવું પણ એસપીએ જણાવ્યુ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ છે કે, ૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસે છેલ્લા પાંચ દિવસમાં દારૂના ૧૧૨ કેસો શોધી કાઢ્યા છે અને અને ૩૫,૧૬,૬૭૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને કુલ ૧૧૧ આરોપીને પકડેલ છે આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી પ્રોહીબીશન તથા ડ્રગ્સ અનુસંધાનેની આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે તેમજ મોરબી જિલ્લામાં પ્રવેશતા રસ્તાઓ ઉપર ૧૦ થી વધુ ચેકપોસ્ટ કાર્યરત કરેલ છે અને ચેકપોસ્ટ ઉપર સઘન અને કડક વાહન ચેકીંગ કરી બ્રેથએનેલાઇઝર ઇક્યુટમેન્ટ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો કરવાની કાર્યવાહી કરવામાં આવશે આટલું જ નહીં પોલીસની અલગ અલગ ટીમો બનાવી હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ તથા અંતરીયાળ વિસ્તારમાં આવેલ વાડીઓને પણ ચેક કરવામાં આવશે

તેમજ આગામી દિવસોમાં તહેવારની ઉજ્જવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લામાં 2 ORT, LCB, SOG ની અલગ અલગ મહતમ માણસોની ટીમો બનાવી સેન્સેટીવ એરીયામાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવામાં આવનાર છે. મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ૩૧ ડિસેમ્બરની ઉજવણી તમામ પ્રજાજનો શાંતિપુર્વક અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે તેમજ મોડી રાત્રીના સમયે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવા અપીલ છે. તેમજ કોઇની આજુબાજુમાં કોઇ કેફી દ્રવ્યનું સેવન, વેચાણ કે હેરાફેરી થતી હોય તો તુરત પોલીસ કંટ્રોલરૂમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક અપીલ કરી છે અને કોઇ અસામાજીક તત્વો કોઇ પણ જાતની હેરાનગતી કે ટોળાશાહી કરતા હોય તો તુરત જ પોલીસને જાણ કરવા અપીલ કરી છે અને જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામા આવશે






Latest News