મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ નજીક નદીમાંથી રેતીચોરી કરનારાઓનો દોઢ કરોડનો મુદામાલ સીઝ


SHARE







મોરબીના ગુંગણ નજીક નદીમાંથી રેતીચોરી કરનારાઓનો દોઢ કરોડનો મુદામાલ સીઝ

મોરબી જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા ગુંગણ ગામ પાસે નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવે છે તેવી  અગાઉ અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે તેવામાં ખાણખનીજ વિભાગ દ્વારા રેતીચોરી કરનારા ઉપર ધોસ બોલાવવામાં આવી હતી અને સ્થળ ઉપરથી બે લોડર, બે ટ્રકટર અને ૪ ડમ્પર સહિત દોઢેક કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે

મોરબી જિલ્લા ખાણખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રીની સુચના મુજબ રોયલ્ટી ઇન્સપેકટર રવીભાઇ કણસાગરા, માઈન્સ સુપરવાઈઝર ગોપાલભાઇ ચંદારાણા, સર્વેયર ગોપાલભાઇ સુવા અને મીતેશભાઇ ઉમરાણીયા દ્વારા ગુગણ ગામ પાસેથ પસાર થતી મચ્છુ નદીમાં રેડ કરવાં આવી હતી ત્યારે ગેરકાયદે નદીમાંથી રેતી કાઢતા બે લોડર, બે ટ્રેક્ટર તેમજ ચાર ડમ્પર મળી આવ્યા હતા જેથી કરીને સ્થળ ઉપરથી દોઢેક કરોડનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ મુદામાલ આપીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News