ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીએ હાથ ખર્ચના પૈસા ન આપતા યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીમાં પત્નીએ હાથ ખર્ચના પૈસા ન આપતા યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીકના સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના યુવાને તેના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મજુર યુવાનનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ યુવાને પત્ની પાસે હાથ ખર્ચના પૈસા માગ્યા હતા અને પત્નીએ પૈસા આપવાની ના પાડતા યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામના વિરાટનગર વિસ્તાર પાસે આવેલા રિયો સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની ગેંડાલાલ ઉર્ફે મહેશભાઈ લીલાકિશન પુરવણી નામના ૨૫ વર્ષના યુવાને તેના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું બનાવને પગલે મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મૃતક ગેંડાલાલ ઉર્ફે મહેશભાઈ પુરવણી પરણીત હતા તથા તેઓને બે સંતાન છે.તેઓએ પોતાની પત્ની પાસે હાથખર્ચ માટે પૈસા માગ્યા હતા જોકે પત્નીએ પૈસા આપવાની ના પાડી હતી જે બાબતે પતિ-પત્ની વચ્ચે સામાન્ય રકજક થઈ હતી તે બાબતનું મનમાં લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.જેના પગલે બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.

યુવાન-વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો સુનિલ ખીમજીભાઈ કડેવાર નામનો સતર વર્ષનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા ફિરોજ ઉસ્માન વકાલીયા નામના ૫૪ વર્ષીય આધેડ ઘરેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બાજુ જવા માટે નીકળ્યા ત્યારે રાજા વડલા ગામે કન્યા શાળા પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ તથા તેઓને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

મહિલા સારવારમાં

મોરબી નજીકના નાનીવાવડી ગામે સમજુબા સ્કૂલ પાસે આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા કિરણબેન સૌરભભાઈ ત્રિવેદી નામના ૩૪ વર્ષના મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે કિરણબેન ત્રિવેદી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાઓ પહોંચતા કિરણબેનને સારવારમાં ખસેડાયા છે






Latest News