તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધન્વંતરિ રથનો વિડીયો ઉતારવાની ના કહેતા ડ્રાઈવર સાથે માથાકૂટ: ફરજમાં રૂકાવટની રાવ


SHARE











વાંકાનેરમાં ધન્વંતરિ રથનો વિડીયો ઉતારવાની ના કહેતા ડ્રાઈવર સાથે માથાકૂટ: ફરજમાં રૂકાવટની રાવ

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી ધન્વંતરિ રથ પસાર થતો હતો ત્યારે તેનું સાયરન ખરાબ થઈ ગયું હતું જેથી કરીને રોડ સાઈડમાં ધન્વંતરિ રથને પાર્ક કરીને સાયરાન રીપેર કરવા માટે થઈને ડ્રાઈવર ગયો હતો દરમિયાન તે ધન્વંતરિ રથ પાસે આવ્યો ત્યારે દુકાનદાર દ્વારા તેના ધન્વંતરિ રથનો વિડીયો બનાવવામાં આવતો હતો જેથી વિડીયો બનાવવાની ના પડતા તે દુકાનદાર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધન્વંતરિ રથના ડ્રાઇવર સાથે બોલાચાલી કરી હતી જેથી કરીને હાલમાં ધન્વંતરિ રથના ડ્રાઇવરે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા અને જીવીકે એમઆરઆઇમાં ડ્રાઇવર તરીકે ધન્વંતરિ રથમાં ફરજ બજાવતા જયદીપભાઇ રાજાભાઈ ઉટડીયા જાતે આહિર (૨૭) પોતાનો ધન્વંતરિ રથ લઈને વાંકાનેરમાં ફરજ ઉપર હતા અને ત્યાં એસટી બસ સ્ટેશન પાસે ઓપીડીનું કામ પૂર્ણ કરીને તેઓ પોતાનો ધન્વંતરિ રથ લઈને ઢુવા ગામ તરફ જઈ રહ્યા હતા. દરમ્યાન વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ કોમ્પલેક્ષ નજીક તેના ધન્વંતરિ આરોગ્ય રથનું સાયરન ખરાબ થઈ ગયું હતું જેથી કરીને તેઓએ પોતાનો ધન્વંતરિ રથ રોડ સાઈડમાં પાર્ક કરીને સાયરન રીપેર કરતા હતા અને ત્યાં ગાડીમાંથી સાયરન કાઢીને તેઓ માહીનુર કાર એસેસરીઝ વાળા પાસે પોતાનું રિપેર કરવા માટે ગયા હતા અને ત્યાં સાયરન રીપેર ન થતા ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે તેમની ગાડીનો એક શખ્સ દ્વારા વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો જેથી વિડીયો ઉતારવાની ના પડતા તેણે પોતાનું નામ ભરતસિંહ બાબુભા ઝાલા કહ્યું હતું અને ગાડીનો વિડીયો ઉતારવાની ના પાડતા તેને તે સારું લાગ્યું ન હતું જેથી તેણે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી જોકે સ્થળ ઉપર લોકો એકત્રિત થઈ ગયા હતા માટે ભરતસિંહ ઝાલા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને તેઓની ડીલક્ષ પાન દુકાન પાસે ગાડી રાખી હોવાથી વિડીયો બનાવતા હતા તેવું તેણે કહ્યું હતું જેથી હાલમાં ધન્વંતરિ રથના ડ્રાઇવર દ્વારા ફરજમાં રૂકાવટની ભરતસિંહ બાબુભા ઝાલા સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાળક સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ ગુજરાત પ્લાસ્ટિક નામના યુનિટમાં રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા રાજકુમાર મદનભાઈ રાજપુત નામના દોઢ વર્ષના બાળકને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે જેથી હાલ તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા નોંધ કરીને બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમજ મોરબીના નવલખી રોડ ઉપર ભુચરની વાડી વિસ્તારમાં રહેતા પ્રભુભાઈ ઉકાભાઇ ડાભી નામના ૬૫ વર્ષીય વૃદ્ધ નવલખી ફાટકથી સિલ્વર પાર્ક બાજુ જતા હતા ત્યારે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News