મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની એડી સેસન્સ કોર્ટ દ્રારા પોકસોના આરોપી અનીલભાઈ હકાભાઈ કોળીનો જામીન ૫૨ છુટકારો


SHARE







મોરબીની એડી સેસન્સ કોર્ટ દ્રારા પોકસોના આરોપી અનીલભાઈ હકાભાઈ કોળીનો જામીન ૫૨ છુટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં જેતે સમયે ફરીયાદીએ ફરીયાદ આપેલ કે તેમની સગીર વયની દીકરીને આરોપી અનીલભાઈ હકાભાઈ કોળીએ બદકામ કરવાના ઈરાદાથી લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના વાલીપણામાંથી ભગાડી ગુનો કરેલ હોવાની ફરીયાદી ક૨તા ઉપરોકત ફ૨ીયાદ પરથી હળવદ પોલીસે આરોપી અનિલ વીરુધ્ધ કલમ ૩૬૩, ૩૬૬ વિગેરે તથા પોકસો એકટની કલમ ૧૮ વિગેરે મુજબનો ગુનો નોંધ્યો હતો.

આરોપી તરફે મોરબી જીલ્લાના જાણીતા એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અરજી દાખલ કરવામાં આવેલ જેમા દલીલ ક૨ીને જણાવાયેલ કે આરોપીએ આવો કોઈ ગુનો કરેલ નથી ક્યાંય નાશીભાગી જાય તેમ નથી. તેમજ ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપીએ બદકામ કરવાના ઈરાદાથી લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના વાલીપણાંમાંથી ભગાડેલ નથી.તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચ૨ જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.

બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપભાઇ અગેચાણીયાની દલીલોને માન્ય રાખીને આરોપી અનિલ કોળીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી તરફે અહીંના જાણીતા એડ.દિલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, મનીષા સોલંકી, દીવ્યા સીતાપરા અને ડીમ્પલ રૂપાલા રોકાયેલા હતા






Latest News