મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો: છરીના ઘા ઝીકતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો: છરીના ઘા ઝીકતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી મંદિર પાસે થોડા દિવસો પહેલા રેલવેના પ્લેટફોર્મની બાજુમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને પેટબેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને બીજા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા બંને યુવાનને મોરબીથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને માર મરીનો આ બનાવ હત્યામાં પલટાયો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવે ગણેશનગરમાં રહેતા પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫) અને ઉમિયા ચોક પાસે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા (૨૦) ને થોડા દિવસો પહેલા માર મારવામાં આવ્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટબેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા માટે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫)નું મોત નીપજયું છે જેથી કરીને મારા મારિનો બનાવ હત્યામાં પલટાયો છે

અત્રે ઉલેખનીય છે કે, નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે થોડા દિવસો પહેલા રાત્રે નવ વાગ્યાના અરસામાં પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી અને જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા ઉપર રેલવેના પ્લેટફોર્મની બાજુમાં ભદુ ઉર્ફે અર્જુનપ્યારું તથા તેની સાથે આવેલ વ્યક્તિએ ઝઘડો કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટબેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને જીતેશભાઈને લાકડી વડે માર માર્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫) નું મોત નીપજયું છે જેથી રેલ્વે પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News