મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત


SHARE







મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત


મોરબીથી કરજણની એસટી બસ ચાલુ હતી જો કે, કોરોના સમયે તે બસને બંધ કરી દેવામાં આવી હતી અને આજ સુધી તેને શરૂ કરવામાં આવી નથી જેથી કરીને આ એસટી બસ શરૂ કરવા માટે હાલમાં અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય દ્વારા રાજકોટ એસટી વિભાગના નિયામકને રજુઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પી.પી. જોશીએ રાજકોટ એસટી વિભાગના નિયામકને લેખિતમાં રજુઆત કરી છે કે, કરજણ ડેપોથી મોરબી બસ આવતી અને રાત્રે ૧૨ વાગ્યે મોરબીથી ઉપડીને કરજણ જતી હતી જો કે, આ બસ કોરોનામાં બંધ કર્યા બાદ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી આ બાબતે અનેક વખત એસટી વિભાગને રજુઆત કરી છે પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસ ચાલુ કરવામાં આવી નથી જેથી વધુ એક વખત તેઓએ આ મુદે રજુઆત કરી છે અને આ રૂટની બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ મોરબીથી રાત્રીના સમયે અમદાવાદ જવા માટે છેલ્લી આ બસ હોય છે અને આ બસનું અમદાવાદ રેલવે ટ્રેન સાથે કનેક્શન હોવાથી ટ્રાફિક પણ સારો રહે છે. જેથી કરીને વહેલી તકે મોરબીથી કરજણની એસટી બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News