મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે !: કલેક્ટરને કરાઇ ફરિયાદ


SHARE







મોરબીમાં તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે !: કલેક્ટરને કરાઇ ફરિયાદ

મોરબી જિલ્લામા આજની તારીખે ઘણા અધિકારી અને કર્મચારીઓ હેડ કવાર્ટરમાં રહેતા નથી જેથી અરજદારો સહિતના લોકોને હેરાન થવું પડતું હોય છે ત્યારે મોરબીમાં આખી તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે છે આ વાતે સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, આજની તારીખે તોલમાપ વિભાગમાં અધિકારીકર્મચારીઓની અછત છે અને હાલમાં જે અધિકારીને મૂકવામાં આવેલ છે તેઓ રાજકોટથી માત્ર સોમવારે એક જ દિવસ આવતા હોય પટ્ટાવાળાથી જ આ ઓફિસ ચાલે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે આ મુદે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પી.પી. જોશીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેઓએ લખ્યું છે કેનટરાજ હોટલ પાસે આવેલી તોલમાપ ખાતાની કચેરીમાં લોલમલોલ ચાલી રહી છે અને કેમ કેપાંચ તાલુકા વચ્ચેની આ તોલમાપ કચેરીમાં અધિકારીને મૂકવામાં આવ્યા છે તે રાજકોટથી સપ્તાહમાં એક જ દિવસ આવે છે જેથી આ આખી ઓફિસ માત્ર એક પટ્ટાવાળાથી ચાલી રહી છે અને અધિકારી ન હોવાથી મોરબી જિલ્લાના અસંખ્ય દુકાનદારોના વજનકાંટા સમયસર રીન્યુ થતા નથી અને ગ્રાહકોને ઓછું વજન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ ગંભીર બાબતે રાજકોટની વડી કચેરીમાં અનેક ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવતા હવે આ મુદે કલેક્ટરને રજૂઆત કરીને બેદરકારોની સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છ






Latest News