મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિડી ભોજપરા પાસે ખરાબાની જમીનમાંથી ૮,૬૦,૭૬૯ ની ખનીજ ચોરી


SHARE











વાંકાનેરના વિડી ભોજપરા પાસે ખરાબાની જમીનમાંથી ૮,૬૦,૭૬૯ ની ખનીજ ચોરી

વાંકાનેર તાલુકાની વિડી ભોજપરાની સીમમાં સરકારી ખરાબાની પડતર જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવતી હતી જેથી હાલમાં ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર દ્વારા રાજા વડલા ગામના એક શખ્સ સહિતના સામે ૨૨૭૭.૧૪ ખનીજની ચોરી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે અને કુલ મળીને ૮૬૦૭૬૯ ની ખનીજ ચોરી કરી હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ નગર સરસ્વતી એપાર્ટમેંટ ફ્લેટ નંબર-૬૦૨ માં રહેતા ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર મિતેશભાઇ રામભાઈ ગોજીયા જાતે આહિર (ઉંમર ૨૮) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પરબતભાઈ નારણભાઈ ગમારા રહે. રાજા વડલા વાળા તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામ સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવી છે અને એસ્કેવેટર મશીન કામે લગાડીને પરમીટ કે લીઝ મંજૂરી વગર આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે અને ૨૨૭૭.૧૪ મેટ્રિક ટન ખનીજની ચોરી કરવામાં આવી છે જેથી ૬. ૮૩ લાખથી વધુનું ખનીજ અને પર્યાવરણને નુકસાનની રકમ ૧૭૭૬૧૭ આમ કુલ મળીને ૮૬૦૭૬૯ ની ખનીજ ચોરી કરવામાં આવી હોય હાલમાં માઈન્સ સુપરવાઇઝરએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરી છે






Latest News