મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે બાઈકની પાછળ બાઇક અથડાતાં અકસ્માત: બે ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીના પીપળી પાસે બાઈકની પાછળ બાઇક અથડાતાં અકસ્માત: બે ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આગળ જતા બાઈકની પાછળના ભાગમાં યુવાને પોતાનું બાઈક અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા થવાથી યુવાને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના જુના પીપળી ગામે રણછોડરાય મંદિર પાસે રહેતા દુર્લભજીભાઈ કાનજીભાઈ શંખેસરિયા જાતે કોળી (૫૨)એ તેના દીકરા વિક્રમ દુર્લભજીભાઈ શંખેસરિયા જાતે કોળી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો દીકરો પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૮૫૨૧ લઈને મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે સાહેદ રવિભાઈ રમેશભાઈ જાદવના બાઇક નંબર જીજે ૩૬ એડી ૩૬૯૧ ની પાછળના ભાગમાં વિક્રમે પોતાનું બાઈક અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં સાહેદને ઈજાઓ થઈ હતી તેમજ ફરિયાદીનો દીકરો વિક્રમ બાઇકની સાથે રોડ ઉપર ઢસડાઈ જતા તેને પણ શરીરે અને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસે ભોગ બનેલ યુવાનના પિતાની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા બાયપાસ રોડ પર આવેલ આનંદનગરની બાજુમાં ૬૬ કેવી મોરબી બીએસએસ કોલોનીમાં રહેતા કિરીટભાઈ નાથુભાઈ ચાવડા જાતે આહીરા વાણંદ (૪૫) એ અજાણી કારના ચાલક સામે હાલમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાનું ઈલેક્ટ્રીક બાઈક નંબર જીજે ૩૬ એબી ૭૫૮૫ લઈને નાનીવાવડી ગામથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે નાનીવાવડી ગામે સ્વામીનારાયણ મંદિર પાસે સામેથી આવી રહેલ અજાણ્યા કારના ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી હતી અને પ્રથમ અન્ય બાઇકને હડફેટે લીધૂ હતું અને ત્યારબાદ ફરિયાદીના બાઈકને સામેથી અથડાવીને એક્સિડન્ટ કર્યું હતું જેમાં ફરિયાદી કિરીટભાઈ ચાવડાને માથા, કપાળ, પીઠ અને થાપામાં ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં અજાણ્યા કાર ચાલક સામે કિરીટભાઈ ચાવડાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News