ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના તળાવિયા સનાળા ગામના રસ્તે બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના તળાવિયા સનાળા ગામના રસ્તે બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તે ખેત તલાવડી વાળા ખેતરની બાજુમાં કોઈ અજાણી મહિલા નવજાત બાળકીને ત્યજીને નાસી ગઈ હતી જેથી કરીને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાળકીને ત્યજી દેનાર અજાણી મહિલા સામે પોલીસે ગુનો નોંધીને મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામે રહેતા અશોકભાઈ લક્ષ્મણભાઈ કુંડારીયા જાતે પટેલ (ઉંમર ૪૮) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તે ઘૂટું ગામની સીમમાં વોંકળાની બાજુમાં આવેલ ભુપતભાઈ વિરજીભાઈ ચીખલીયાની ખેત તલાવડી વાળા ખેતર પાસે પડતર ખેતરમાં બાવળની જાળીમાં કોઈ અજાણી મહિલા નવજાત બાળકીને ત્યજીને નાસી ગઈ હતી જેની લોકોને જાણ થતા બાળકીને તાત્કાલિક ૧૦૮ બોલાવીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવ સંદર્ભે હાલમાં અશોકભાઈ કુંડારીયાની ફરિયાદ લઈને પોલીસે અજાણી મહિલા સામે આઇપીસી કલમ ૩૧૭ મુજબ ગુનો નોંધીને બાળકીને ત્યજી દેનાર મહિલાને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે






Latest News