ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વાકિયા પાસે મિત્રનો મોબાઇલ પાછો અપાવનારા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







વાંકાનેરના વાકિયા પાસે મિત્રનો મોબાઇલ પાછો અપાવનારા યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેર નજીક આવેલ વાકિયા ગામ પાસે મિત્રનો મોબાઇલ લેનાર શખ્સને મોબાઈલ પરત આપવા માટે કહ્યું હતું જે તેને સારું નથી લાગતા તે શખ્સે યુવાનની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાનને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને આ બનાવની સારવાર લીધા બાદ ઇજાગ્રસ્ત યુવાને એક શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સ્મશાન પાસે રહેતા શાહરુખભાઈ ઈકબાલસા દિવાન જાતે ફકીર (૨૧)એ હાલમાં અલ્તાફભાઈ દિલાવરભાઈ ખેરડીયા ઉર્ફે કડી રહે. વાંકાનેર જલારામ જીનવાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેરના વાકિયા ગામ પાસે તેના મિત્ર દીપુનો મોબાઇલ અલ્તાફે જોવા માટે લીધો હતો અને તે મોબાઈલ દીપુને પરત આપવા માટે થઈને તેને ફરિયાદી યુવાને કહ્યું હતું જે તેને સારું લાગ્યું ન હતું અને અલ્તાફે ઉશ્કેરાઈ જઈને શાહરૂખને ગાળો આપી હતી અને ફરિયાદીએ તેના મિત્ર દીપુને તેનો મોબાઈલ પરત અપાવ્યો હતો તે બાબતનો ખાર રાખીને તેની સાથે માથાકૂટ કરી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા અલ્તાફે તેની પાસે રહેલ છરી શાહરૂખને પેટના ભાગે મારી દીધી હતી જેથી કરીને શાહરૂખને ઈજા થતાં તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ શાહરૂખ દીવાને હાલમાં અલ્તાફ ખેરડિયાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News