ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કો-ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટમાંથી મશીનરીની લોન લઈને મિલકતને સગેવગે કરી નાખનારા સીરામીક ડિરેક્ટરો સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં કો-ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટમાંથી મશીનરીની લોન લઈને મિલકતને સગેવગે કરી નાખનારા સીરામીક ડિરેક્ટરો સામે ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર નજીક અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડમાં જે મશીનરી ઉપર લોન લેવામાં આવી હતી તે મશીનરીને બેંકને જાણ કર્યા વગર સગેવગે કરીને બેન્કની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં અંકલ સિરામિક અને તેના બે ડાયરેક્ટર સામે બેંકના કર્મચારી દ્વારા વિશ્વાસઘાતની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં આઇપીસી કલમ ૪૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે..


જાણવા મળતી માહિતી પ્રમાણે જામનગરમાં એરોડ્રમ રોડ ખોડીયાર કોલોનીની બાજુમાં આવેલ યોગી નિવાસ બ્લોક નં-૧૯૯ માં રહેતા પ્રતિકભાઈ દિનેશભાઈ ગુજરાતી જાતે પ્રજાપતિ (૩૩)એ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર નીરવભાઈ રતિલાલ ભોરણીયા અને ઓધવજીભાઈ વેલજીભાઈ ભોરણીયાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના કાલિકા પ્લોટ પાસે આવેલ કો ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટની બ્રાન્ચમાંથી આરોપીઓએ ૩૧/૧/૨૦ ના રોજ ઇન્ડસ્ટ્રીયલ લોન, કેસ ક્રેડિટ લોન અને મશીનરી લોન લીધી હતી જેમાં ઇન્ડસ્ટ્રીઝ લોન માટે ૨.૮૮ કરોડ, કેસ ક્રેડિટ લોન માટે ૫૦ લાખ અને મશીનરી લોન માટે ૩.૧૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા આમ કુલ મળીને ૩.૮૮ કરોડની લોન બેંકમાંથી મંજૂર કરવામાં આવી હતી.

જોકે ગત તારીખ ૩૧/૭/૨૧ ના રોજ રાજકોટ હેડ ઓફિસના લોન વિભાગના અધિકારી જગદીશભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રભાઈ પુજારા અને રસિકભાઈ જાગાણી દ્વારા બેંકની તરફેણમાં કારખાના ખાતે જઈને જંગમ મિલકત એટલે કે મશીનરી બાબતની ખરાઈ કરવામાં આવી હતી ત્યારે જે મશીનરી પેટે ૩.૧૦ કરોડની લોન લેવામાં આવી હતી અને સિક્યુરિટી તરીકે લખી આપવામાં આવી હતી તે મશીનરી સ્થળ ઉપર હાજર હતી નહીં અને બેંકને જાણ કર્યા વગર લોન લેનાર અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર નિરવભાઈ રતિલાલભાઈ ભોરણીયા રહે. “સાગર” ગોપાલ સોસાયટી મહેન્દ્રનગર રોડ મોરબી અને ઓધવજીભાઈ વેલજીભાઈ ભોરણીયા રહે. “ચેતન્ય” શક્તિનગર-૪ કાલાવાડ રોડ રાજકોટ વાળાએ સગેવગે કરી નાખી હતી જેથી કરીને બેંક સાથે વિશ્વાસઘાત કરેલ હોય હાલમાં અંકલ સીરામીક અને તેના બે ડિરેક્ટર આમ કુલ મળીને ત્રણની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News