મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે બાળકોને તમાકુ સહીતનાવ્યસનોથી દુર રહેવા કરાયા માહીતગાર


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે બાળકોને તમાકુ સહીતનાવ્યસનોથી દુર રહેવા કરાયા માહીતગાર

મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના ઉપક્રમે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તુત્વ સ્પર્ધા યોજાઈ હતી.મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના ઉપક્રમે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તુત્વ સ્પર્ધા યોજાઈ હતી.

તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા શ્રી રફાળેશ્વર પ્રાથમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું.આ તમાકુ નિષેધ વકૃત્વ સ્પર્ધામાં ૨૫૦ જેટલા બાળકો એ ભાગ લીધેલ હતો જેમાં બાળકો દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે પોતાની શૈલીમાં વક્તવ્ય આપવામાં આવ્યું.આ વકૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ બાળકોને ઇનામ આપવા આપવામાં આવેલ હતા ભાગ લેનાર તમામ બાળકો ને પ્રોત્સાહન ઇનામ આપવા આવેલ હતા તેમજ શાળાના તમામ બાળકો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમને અંતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે બાળકોને પ્રોજેક્ટર પર દર્શાવીને સમજાવ્યા હતા તેમજ બાળકોએ અને તેમના પરિવારજનો આ દુષણથી દૂર રહે તે માટે અપીલ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા રફાલેશ્વર પ્રાથમિક શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના સી.એચ.ઓ. મકસુદભાઈ સૈયદ, એફ.એચ.ડબલ્યું સાહિસ્તા દેખાવાડીયા અને આશા વર્કર તેમજ શાળા એસ.એમ.સી.ના સભ્ય પુષ્પાબેન મકવાણાએ જહેમત ઉઠાવી હતી






Latest News