મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાતને લઈને ખોટી માહિતી ટ્વિટ કરનાર પત્રકાર જામીન મુકત


SHARE











વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાતને લઈને ખોટી માહિતી ટ્વિટ કરનાર પત્રકાર જામીન મુકત

મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે આવ્યા હતા અને આ મુલાકાત પાછળ ૩૦ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે તે પ્રકારની ટ્વીટરમાં ટ્વિટ ચૂંટણીનાં મતદાન પહેલા કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં તેને લઈને મોરબીના ચૂંટણી અધિકારી દ્વારા બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં એક આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં આરોપીએ વકીલ મારફતે જમીન અરજી મૂકી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જમીન મુક્ત કરેલ છે.


મોરબી માળિયા વિધાનસભા મતદાન વિભાગના ચૂંટણી અધિકારી અને મોરબીના પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું  કે મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને ત્યારબાદ તા. ૧/૧૧/૨૦૨૨ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં ઝુલતાપુલની દુર્ઘટનાને લઈને ઇજાગ્રસ્તો તેમજ સ્વજન ગુમાવનારા લોકોના પરિવારજનોને મળવા માટે તેમજ ઘટના સ્થળની મુલાકાતે આવ્યા હતા.ત્યારે મોરબીની વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવા અંગેની ખોટી માહિતી ટ્વિટર ઉપર ટ્વિટ કરીને મૂકવામાં આવી હતી અને ચૂંટણી આચારસહિતા અમલમાં હતી ત્યારે મતદાનને અસર થાય અને લોકોમાં ચૂંટણી અન્વયે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મના વટ તેમજ તીરસકારની ભાવના ઉત્પન્ન થાય તે હેતુ સાથે ખોટી માહિતી ટ્વિટર ઉપર શેર કરી હતી જેથી હાલમાં ચૂંટણી અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસે દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સોની સામે લોકપ્રતિનીધીત્વ એકટ ૧૯૫૧ ની કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

હાલમાં મોરબી જિલ્લા એસઓજીની ટીમે આ ગુનામાં સંડોવાયેલ ટીએમસીના આગેવાન અને પત્રકાર સાકેત સુહાસ ગોખલે જાતે મહારાષ્ટ્રીયન (ઉમર ૩૫) રહે. ૨૦૭ ન્યુ વેસ્ટ બંગાલ ભવન-૨, પંડિત ઉમાશંકર દિક્ષિત માર્ગ ચાણક્યપૂરી, નવી દિલ્હી મૂળ રહે. ૫૦૨ વિરલ એપાર્ટમેન્ટ, રાહુલ વિરલ હાઉસિગ કો-ઓપરેટિવ સોસાયટી સાઈ કૃપા કોમ્પ્લેક્ષ કાશી મીરા રોડ ઈસ્ટ મુંબઈ વાળાની ધરપકડ કરીને તેને મોરબીની કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યારે આરોપીએ વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ૧૫,૦૦૦ ના જમીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે જો કે, ફરિયાદમાં દક્ષ પટેલ નામના શખ્સને પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News