મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ઉલ્ટી ગંગા: મોરબી માળિયા વિધાનસભામાં રાજ્યના મંત્રીના ગામમાં ભાજપને ખાધ !


SHARE











ઉલ્ટી ગંગા: મોરબી માળિયા વિધાનસભામાં રાજ્યના મંત્રીના ગામમાં ભાજપને ખાધ !

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટેની ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે ત્યારે કેટલીક આચાર્યજનક બાબતો સામે આવી રહી છે જેમાં ખાસ કરીને મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાના વતનમાંથી ભાજપને ઓછા મત મળ્યા છે

ગત પહેલી તારીખના રોજ મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી અને તેનું મતદાન થયું હતું ત્યારબાદ બુથ વાઈઝ આંકડાઓનું આંકલન કાંતિભાઈ અમૃતિયાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જોકે ત્યારે ખરેખર કોને કેટલા મત મળ્યા છે તેનું સ્પષ્ટ ચિત્ર ન આવ્યું હોય પરંતુ ગઈકાલે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી હતી ત્યારે મોરબીના એક એક વિસ્તારની અંદર આવેલા બુથમાં ક્યાં ઉમેદવારને કેટલા મત મળ્યા છે તેનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ મોરબી માળિયા વિધાનસભામાં આવતા રાજ્યના માજી પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના માદરે વતન ચમનપર ગામમાં ભાજપને ખાધ મળી છે ! જે આચાર્ય જનક બાબત કહી શકાય સૂત્રો પાસેથી જાણવા મળતી હોય તો પ્રમાણે ચમનપર ગામમાં કુલ ૨૩૩ લોકોનું મતદાન છે જેમાંથી ૧૪૫ લોકોએ મતદાન કર્યું હતું અને તે પૈકીના ૧૧૫ મત કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે ૨૭ મત ભાજપના ઉમેદવારને મળ્યા છે અને બે મત આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યા છે આમ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના વતન ચમનપર ગામમાંથી પણ મંત્રી ભાજપને લીડ અપાવી શક્યા નથી તેવું ચિત્ર સામે આવી રહ્યું છે






Latest News