મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબા રિક્ષા પલટી જતાં વૃદ્ધા સહિતનાઓને ઇજા: ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી)ના માણાબા રિક્ષા પલટી જતાં વૃદ્ધા સહિતનાઓને ઇજા: ગુનો નોંધાયો

માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામના પાટિયા પાસેથી રિક્ષા પસાર થતી હતી ત્યારે રિક્ષા ચાલકે તેના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા રિક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને તેના બેઠેલા લોકોને ઇજાઓ થતાં તેને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલ મહિલાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાની હદમાં આવતા માણાબા ગામના પાટીયા પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલા સમજુબેન ગંગારામભાઈ સિસણોદા (૬૦) રહે. જાજસર તાલુકો માળીયા મિયાણા વાળાને તેમજ અન્ય લોકોને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તે તમામ લોકોને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જો કે, સમજુબેન ગંગારામભાઈ સિસણોદાને વધુ ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતા અને હાલમાં અકસ્માતના બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સમજુબેન ગંગારામભાઈ સિસણોદા (૬૦)એ રિક્ષા નંબર જીજે ૧૩ વી ૫૫૨૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવની નોંધ કરી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News