મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બને સગીરાની માતાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે થઈને કવાયત શરૂ કરેલ છે 

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબીના સામાકાંઠે વિસ્તારના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી તુલસી ઉર્ફે કામો રમેશભાઈ ઉર્ફે ઘોઘાભાઈ કોળી રહે. મફતિયાપરા સર્કિટ હાઉસ સામે મોરબી-૨ વાળાને પકડવા માટે તેમજ સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે 

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસેથી હોટલ બાજુ જઈ રહેલ નરેન્દ્રભાઈ શામજીભાઈ ભાનુશાળી (ઉંમર ૫૧) નું બાઈક ટિંબડી ગામના પાટીયા પાસે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેઓને ઈજા થયો હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવેલ છે






Latest News