મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં બીજા માળેથી નીચે પટકાતાં બાળક ગંભીર


SHARE







મોરબીના ગાળા રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં બીજા માળેથી નીચે પટકાતાં બાળક ગંભીર

મોરબીના ગાળા રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રમતા રમતા ઉપરના માળેથી નીચે પટકાતા માથામાં ઇજા થવાથી ૭ વર્ષના બાળકને હાલમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં રાખવામા આવેલ છે અને તેને વેન્ટિલેટર ઉપર બેભાન હાલતમાં સારવાર હેઠળ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણકારી કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે 

બનાવવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગાળા રોડ ઉપર આવેલ સોલોગ્રેસ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રામાયણભાઈનો સાત વર્ષનો દીકરો કિસન લેબર કવાર્ટર પાસે હતો ત્યારે બીજા માળે રમતો હતો ત્યારે રમતા રમતા તે ઉપરના માળેથી નીચે પટકાયો હતો જેથી કરીને બાળક માથાના ભાગે તેને ગંભીર ઈજા થઈ હોય તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે વેન્ટિલેટર ઉપર બેભાન હાલતમાં સારવાર હેઠળ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે આ બનાવની મોરબી તાલુકા પોલીસે આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કલિન્દ્રી નદીના પુલ પાસે સ્કૂટરને ટ્રક ચાલકે લીધું હતું જેથી કરીને મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા હરેશભાઈ મગનભાઈ સોરડીયા (૫૪) ને ઇજાઓ થઈ હોવાથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 

ફિનાઇલ પીધું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં રહેતા મનસુખભાઈ નાગજીભાઈ (ઉંમર ૪૦) નામના યુવાને પોતાના ઘરે જે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી કરેલ છે






Latest News