ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મજૂરી કામ કરતી આધેડ મહિલા સાથે ધારીયુ બતાવીને બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ 


SHARE









મોરબીમાં મજૂરી કામ કરતી આધેડ મહિલા સાથે ધારીયુ બતાવીને બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ 

મોરબીમાં મજૂરી કામ કરતી મહિલાને ધારિયું બતાવીને કારમાં ઉઠાવી ગયા હતા અને ત્યાર બાદમાં તેને મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તાર પાસે લઈ જવામાં આવી હતી અને ત્યાં બે શખ્સો દ્વારા વારાફરતી તેણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને હાથે પગે તેમજ શરીરના ભાગે ધારિયા વડે ઇજાઓ પહોંચાડી પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી જેથી સારવાર લીધા બાદ ભોગ બનેલ મહિલાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબીમાં રાત્રી સફાઈની મજૂરી કામ કરતી મહિલા તેનું કામ કરી રહી હતી ત્યારે બે ઈસમો કબૂતરી કલરની સ્વીફ્ટ કારમાં તેની પાસે આવ્યા હતા અને ધારિયું બતાવીને કારમાં બેસી જવા માટે કહ્યું હતું અને ત્યાર બાદ તેને બળજબરી પૂર્વક આશિષ અને પંકજ નામના બે શખ્સો દ્વારા કારમાં લઈને જવામાં આવી હતી અને મોરબીના રવાપર ગામથી આગળના ભાગમાં આવેલ તળાવ પાસે વારાફરતી બંને શખ્સો દ્વારા ભોગ બનેલ મહિલા ઉપર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને બાદમાં હાથે પગે અને શરીરના ભાગે ધારિયા વડે ઇજાઓ પહોંચાડીને કોઈને કહીશ તો તારા પરિવારને પતાવી દેશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા દ્વારા કલમ ૩૭૬ (ડી)૩૬૫૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ અને ૧૩૫ સહિતની કલમો હેઠળ આશિષ અને પંકજ નામના બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંને ઇસમોને ઝડપી પાડવા માટે એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના ગ્રીનશોક નજીક આવેલ ભોઇવાળા વિસ્તારમાં વાણંદ શેરીમાં રહેતા મહમદશા કાસમશા નામનો છત્રીસ વર્ષનો યુવાન પોતાની રિક્ષા લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યાં વઘાસીયા ગામના પાટીયા પાસે તેની રીક્ષા કોઈ અજાણ્યા ટ્રક સાથે અથડાતા મહમદશાને ગંભીર ઇજાઓ પહોંચી હોય તેને જેતે સમયે સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર લીધા બાદ આગળની સારવાર માટે તેને મોરબીની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો હાલ બનાવ સંદર્ભે નોંધ કરી પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. 

વૃદ્ધા સારવારમાં 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા સવિતાબેન નારણભાઈ પટેલ નામની 72 વર્ષથી વૃદ્ધા પોતાના પુત્રની સાથે રાજકોટ જવા માટે ઘરેથી બાઈકમાં બેસીને નીકળ્યા હતા ત્યારે સોસાયટીના વણાક પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા તેઓને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News