મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં યુવાનને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દેનારા બંને આરોપીની ધરપકડ


SHARE







મોરબીના કારખાનામાં યુવાનને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દેનારા બંને આરોપીની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા યુવાનને તેની સાથે કામ કરતા બે શખ્સોએ એર કમ્પ્રેસર મશીન વડે મજાક મસ્તીમાં ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દીધી હતી જેથી યુવાનને આંતરડામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ હતી અને ભોગ બનેલા યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બંને આરોપીને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

જાણવા મળતી વિગત મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનોનો ભાઈ એન્ટીક વિટ્રીફાઈડ સિરામિક કારખાનામાં ગ્લેઝ વિભાગમાં લાઈન ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે કામગીરી કરી રહેલા મનોજભાઈ અને મેહુલભાઈ રબારી નામના બે શખ્સોએ એર કમ્પ્રેસરની હવાની નળી ચાલુ હોવાનું જાણતા હોવા છતાં મસ્તીમાં તેણે ચાલુ એર કમ્પ્રેસરની નળીથી ફરિયાદી યુવાનના ભાઈને ગુદ્દાના ભાગેથી હવા ભરી દીધી હતી જેથી કરીને યુવાનને પેટમાં હવા ભરાઈ જવાના કારણે તેના આંતરડામાં ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ હતી ને તેના ભાઈએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી મનોજકુમાર બેચનપાલ (૨૫) રહે. હાલ એન્ટિક વિટ્રીફાઈડ સિરામિક મજૂરની ઓરડી મૂળ રહે લક્ષ્મણપુરા યુપી અને મેહુલભાઈ સુરેશભાઇ રબારી (૨૩) રહે હાલ આદિત્ય હોસ્પિટલ સામે મૂળ ખાભડા ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે 

માર માર્યો

વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં ત્રણ માળિયામાં રહેતા મુસ્તાક અબ્દુલ બામણીયા (૨૧) નામના યુવાનને બંધુનગર ગામ પાસે આવેલ રાધે પેટ્રોલિયમ ખાતે શેઠ રવિભાઈ પટેલે ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને હાલમાં ઇજા પામેલ યુવાને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો અને જેમાં મોરબીના પાનેલી ગામે રહેતા રામીબેન સંજયભાઈ દેત્રોજા (૨૫) નામની મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર મોરબી ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા છે અને અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરી છે






Latest News