મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઈ કામદાર મહિલા સાથે દુષ્કર્મ બાદ સુરક્ષાના મુદે પાલિકાકર્મીઓની વીજળીક હડતાળ


SHARE







મોરબીમાં સફાઈ કામદાર મહિલા સાથે દુષ્કર્મ બાદ સુરક્ષાના મુદે પાલિકાકર્મીઓની વીજળીક હડતાળ

મોરબીમાં સફાઈનું કામ કરતી મહિલાને ધારિયું બતાવીને કારમાં ઉઠાવી ગયા હતા અને ત્યાર બાદમાં તેની સાથે બે શખ્સો દ્વારા વારાફરતી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને હાલમાં પાલિકાના મહિલા સફાઈ કામદારો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને રાત્રિના સમયે સફાઈ કામ કરતી મહિલા કામદારોની સલામતિનો મુદ્દો ઉઠ્યો છે જેથી કરીને પાલિકાના મહિલા કર્મચારીઓ સહિતના કામદારો  દ્વારા વીજળીક હડતાળ પાડીને આજથી જ કામ બંધ કરવામાં આવ્યું છે અને આરોપીને પકડીને પીડિત મહિલાને ન્યાય અપાવવાની માંગ કરેલ છે

મોરબીમાં પાલિકા દ્વારા રાત્રી સફાઈનું કામ કરવામાં આવે છે જેમાં રોજમદાર તરીકે કામ કરતી આધેડ મહિલા તેનું કામ કરી રહી હતી ત્યારે બે ઈસમોએ કબૂતરી કલરની સ્વીફ્ટ કારમાં તેની પાસે આવ્યા હતા અને ધારિયું બતાવીને કારમાં તેને ઉઠાવી ગયા હતા અને ત્યાર બાદ આશિષ અને પંકજ નામના બે શખ્સો દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને શરીરના ભાગે ધારિયા વડે ઇજાઓ પહોંચાડી હતી અને તેના પરિવારને પતાવી દેવાની ધમકી આપેલ હતી જેથી કરીને આ મુદે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે આ બાબતને લઈને સમાજના લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે અને આવેદન પત્ર પણ કલેકટરને આપવામાં આવ્યું હતુ

 

આજે મોરબી પાલિકાના મહિલા સફાઈ કામદારો સહીતના પાલિકા કચેરી પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થયા હતા અને ત્યારે પાલિકાના સભ્ય ભાનુબેન નગવાડિયા, સમાજના આગેવાન મનુભાઈ સરેસા, મૂલજીભાઇ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારથી કલેક્ટર કચેરીએ જઈને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે કામ કરતી સફાઈ કામદાર મહિલાને ઉઠાવી જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેથી કરીને મહિલાઓની સલામતિને લઈને પ્રશ્ન ઊભો થયો છે જેથી કરીને મોરબીમાં રાત્રિના સમયે સફાઈ કામ કરતી તમામ સફાઈ કામદાર મહિલાઓ સહિતના સ્ટાફ દ્વારા મહિલાઓની સુરક્ષા મુદે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ કેસમાં આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News