મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા FST, SST, VST અને VVT ટીમના અધિકારીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા


SHARE







મોરબી જિલ્લા FST, SST, VST અને VVT ટીમના અધિકારીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર ચૂંટણી ખર્ચના મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.), સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.), વિડીયો સર્વેલન્સ (V.S.T.) તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.)ની રચના કરવામાં આવી છે.

ચૂંટણી ફરજ પર નિયુક્ત થયેલા આવા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરી ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે કલમ-૪૪૧૦૩૧૦૪૧૨૯ અને ૧૪૪ અન્વયે વિવિધ અધિકારો મોરબીએ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટશ્રી જી.ટી.પંડ્યા દ્વારા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કેમોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.)માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેટિક સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાંત વિડીયો સર્વેલન્સ (V.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ ટીમની રચના કરવામાં આવી છે. જે ટીમો દ્વારા ચૂંટણી બાબતે ખર્ચ મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે






Latest News