મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરની વરડુસર ચોકડીએ દુકાન પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા


SHARE











વાંકાનેરની વરડુસર ચોકડીએ દુકાન પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે આવેલ દુકાને જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૩,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે આવેલ હમીરભાઈ ગોવિંદભાઈ ડાભીની દુકાન પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ભરતભાઈ ધરમશીભાઈ વિજવાડીયા જાતે કોળી (૩૫), નાથાભાઈ લક્ષ્મણભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત (૫૧) અને ભાવુભાઈ ઉર્ફે કુકાભાઈ પ્રભુભાઈ સેવારીયા જાતે કોળી (૨૫) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૩૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વરલી જુગાર

માળીયા મીયાણાના માતમ ચોક પાસે ખંઢેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે હનીફભાઈ અબ્દુલભાઈ ખોડ જાતે મિયાણા (૨૩) રહે. મોટી બજાર ચોક માળીયા વાળાની ૫૨૦ રૂપિયાની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી હતી.






Latest News