ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં મશીન સાથે માથું અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







વાંકાનેર નજીક કારખાનામાં મશીન સાથે માથું અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીન સાથે માથું અથડાતાં માથામાં ગંભીર ઇજા થવાથી યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ દરમિયાન વાંકાનેરના ભોજપર ગામે રહેતા વિક્રમભાઈ સુખાભાઈ બાંભવા (ઉંમર ૧૮) નું માથું મશીન સાથે અથડાયું હતું જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતા યુવાનોનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પિતા સુખાભાઈ વાઘાભાઈ બાંભવા જાતે ભરવાડ (૪૯) રહે. ભોજપર વાળાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાનનું મોત

વાંકાનેરની સિપાઈ શેરી નંબર-૨ માં રહેતા આદિલ રફિકભાઈ ભટ્ટી (૧૯) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં શ્વાસ ચડ્યો હતો જેથી પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર કારગત નહિ નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News