ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીચોક પાસેથી દેશી બનાવટની તમંચા અને કાર્ટીસ સાથે એક ઝડપાયો


SHARE







મોરબીના ગાંધીચોક પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ સાથે એક ઝડપાયો

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં તેમજ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખનારા શખ્સોને પકડવા માટે સ્થાનિક પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે છેલ્લા દિવસોમાં સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા કેટલાક શખ્સોને પકડવામાં આવ્યા છે તેવી જ રીતે મોરબીના ગાંધીચોક પાસેથી પસાર થતા શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી જેથી કરીને એસઓજીના પીઆઈ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને તે શખ્સને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક પિસ્તોલ તેમજ જીવતા કાર્ટીસ મળી આવ્યા હોય પોલીસે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતની પિસ્તોલ અને ૨૦૦ રૂપિયાની કિંમતના બે કાર્ટીસ આમ કુલ મળીને ૧૦,૨૦૦ ની કિંમત તો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ભાવેશ નિરૂભાઈ જાદવ જાતે સતવારા (૩૦) રહે. ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે આર્મ્સ એકટ હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે રાખતો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.






Latest News