મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 3.500 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઇ.


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 3.500 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઇ.

મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી અવારનવાર ગાંજાના જથ્થા સાથે જુદાજુદા શખ્સો પકડાતાં હોય છે અને ગાંજાનું હબ વાંકાનેર હોય તેવો ઘાટ મોરબી જીલ્લામાં જોવા મળતો હોય છે દરમિયાન મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેરના બાઉન્ડ્રી પાસેથી 3.500 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાને પકડવામાં આવી છે અને તે મહિલા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જોકે હાલમાં પોલીસ દ્વારા પકડાયેલ ગાંજો મહિલા ક્યાંથી લાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે. 

મોરબી જિલ્લામાં નશીલા પદાર્થનું જુદા જુદા વિસ્તારોની અંદર વેચાણ થતું હોય છે જેને ડામવા માટે થઈને સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા કવાયત કરવામાં આવતી હોય છે જો વાત કરીએ તો ગાંજાનું વેચાણ સૌથી વધુ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં થતું હોય તેવું અત્યાર સુધી જોવા મળ્યું છે અને છેલ્લા સમયગાળાની વાત કરીએ તો એસઓજીની ટીમ દ્વારા એક નહીં પરંતુ અનેક વખત વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાની રેડ કરીને ત્યાંથી ગાંજાના મોટા જથ્થા સાથે જુદા જુદા શખ્સોને દબોચિયા છે અને તેના કનેક્શન સુરત સુધી હોય તેવું પણ ભૂતકાળમાં સામે આવ્યું છે. 

હાલમાં એસઓજીના પીઆઇ એમ.પી.પંડયા અને તેની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સૂતી રાખીને વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગાંજાની રેડ કરવામાં આવી છે અને ત્યાંથી 3.500 ગાંજાના જથ્થા સાથે મહિલાને પકડી લેવામાં આવી છે અને તેની પાસેથી 35,000 ની કિંમત નો ગાંજાનો જથ્થો તથા 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 40,000 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જે મહિલા પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે તેનું નામ કરીમા સાગરભાઇ નોધાણા જાતે કોળી ઉંમર વર્ષ 25 રહે સપના હોટલની પાછળ ચોટીલા વાળી છે હાલમાં તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ મહિલા ગાંજાનો જથ્થો ક્યાંથી લઈને આવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News