મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતા પુલની ઘટનામાં જેલ હવાલે કરાયેલ આરોપીના ફર્ધર રિમાન્ડ માટે રિવિઝન અરજીની કાલે સુનાવણી


SHARE







મોરબીમાં ઝુલતા પુલની ઘટનામાં જેલ હવાલે કરાયેલ આરોપીના ફર્ધર રિમાન્ડ માટે રિવિઝન અરજીની કાલે સુનાવણી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાનો મામલો અત્યાર સુધી પકડાયેલા તમામ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે જો કે, ઓરેવા ગ્રૂપના બે કર્મચારીના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તે ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે અગાઉ રદ કરેલ હતી જેથી કરીને ઉપલી કોરતેમાં ફર્ધર રિમાન્ડ માટે રિવિઝન અરજી કરવામાં આવેલ છે જેની આવતીકાલે સુનાવણી છે.

મોરબીમાં તા ૩૦/૧૦ ના રોજ  સાંજના સમયે જુલતો પુલ તૂટી પડવાની ઘટના બની હતી અને તે મામલે તાત્કાલિક રાતે જ ફરિયાદ પણ નોંધાઈ ગઈ હતી અને પોલીસ દ્વારા આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ મળીને નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં મેન્ટેનન્સનું કામ કરનાર એજન્સી અને મેનેજમેંટ કરનાર ઓરેવા ગ્રુપના કર્મચારીનો સમાવેશ થયા છે અને પાંચ આરોપીઓને તો પહેલા જ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા જો કે, બંને એજન્સીના કુલ મળીને ચાર આરોપીના અગાઉ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડનો સમય પૂરો થતાં પોલીસ દ્વારા સરકારી વકીલ મારફતે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારે મેન્ટેનન્સનું કામ કરનાર એજન્સીના જે બે આરોપી હતા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી જો કે ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ અને દિનેશભાઈ દવેના વધુ પાંચ દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જો કે, તે ફર્ધર રિમાન્ડ માટેની અરજી કોર્ટે ત્યારે રદ કરી હતી જેથી કરીને સોમવારે ઉપલી કોર્ટમાં પોલીસે સરકારી વકીલ મારફતે ફર્ધર રિમાન્ડ માટેની રિવિઝન અરજી કરેલ છે અને આ અરજીની કાલે તા ૯ ના રોજ સુનાવણી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.






Latest News