મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સરકારી ખરાબામાં થયેલ દબાણ દૂર કરીને ૬૦ કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવી


SHARE











મોરબીના રવાપર ગામે સરકારી ખરાબામાં થયેલ દબાણ દૂર કરીને ૬૦ કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવી

મોરબીના રવાપર ગામે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેને દૂર કરવા માટે પંચાયત દ્વારા દબાણ કરનારા શખ્સોને દોઢ મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી જો કે, હજુ સુધી સ્થાનિક લોકોએ જાતે તેના દબાણ દૂર કરવામાં આવેલ ના હતું જેથી કરીને પંચાયત અને રેવન્યુ વિભાગ દ્વારા પોલીસનો બંદોબસ્ત રાખીને દબાણ દૂર કરવાનું સહરું કરવામાં આવ્યું હતું અને ૧૦ વીઘા કરતાં વધુનું દબાણ દૂર કરવા માટે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું

મોરબીના રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણાની આગેવાનીમાં થોડા સમય પહેલા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને સરકારી ખરાબાની જમીનમાં થયેલા દબાનોને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી જો કે, ત્યાર બાદ પંચાયત દ્વારા સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને રહેતા નવ જેટલા પરિવારોને નોટિસ આપવામાં આવી હતી અને તેના દબાણો દૂર કરવા માટેની માંગ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી દબાણ કરનારા શખ્સો દ્વારા જાતે દબાણને હટાવવામાં આવ્યું ન હતું જેથી કરીને સરકારી બુલડોઝર સાથે પંચાયતના સરપંચ નિતિનભાઈ ભટાસણા, તલાટિ મંત્રી સંદીપભાઈ દેત્રોજા, મામલતદાર નિખિલભાઈ તેમજ એ ડિવિઝનના પીઆઇ સહિતનો કાફલો સરકારી બુલડોઝર સાથે સ્થળ ઉપર પહોચ્યો હતો અને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું

વાપરના તલાટિ મંત્રી સંદીપભાઈ દેત્રોજાએ જણાવ્યુ છે કે બહારથી આવેલા માલધારી પરિવારો  સહિતનાઓ દ્વારા પતરાના સેડ અને કાચા-પાકા મકાન બનાવીને દબાણ કરવામાં આવેલ હતા અને સરકારી જમીન પર દબાણ કર્યું હતું જેથી કરીને તેને દૂર કરવા માટે દોઢ મહિના પહેલા પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી જો કે, જે લોકોએ દબાણ કર્યું હતું તેના દ્વારા જાતે દબાણે હટાવવામાં આવ્યું ન હતું જેથી કરીને સરકારી બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર જઈને ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને આ શખ્સો દ્વારા અંદાજે ૧૦ વીઘા કરતાં વધુ જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવેલ છે અને અંદાજે એક વીઘા જમીનનો ભાવ હાલમાં ૬ કરોડ રૂપિયા જેટલો છે આમ તંત્ર દ્વારા ૬૦ કરોડની સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણને તોડી પાડવામાં આવેલ છે






Latest News