મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી સિંધી સમાજ ગુરુનાનક જયંતિની ઉજવણી સાદગીથી કરશે: રામાનંદી સમાજ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે


SHARE







મોરબી સિંધી સમાજ ગુરુનાનક જયંતિની ઉજવણી સાદગીથી કરશે: રામાનંદી સમાજ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબી ઝૂલતા પુલની ગોજારી ઘટનામાં ૧૩૫ લોકોના મોતને પગલે મોરબી સિંધી સમાજ દ્વારા આવતીકાલ તા.૮-૧૧ ને મંગળવારના રોજ ગુરૂનાનક જયંતિની ઉજવણીના આયોજનનો રદ કરીને સાદગીપુર્વક ઉજવી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મહાપ્રસાદ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો બંધ રાખવાનું નકકી કરવામાં આવ્યુ છે.

સમસ્ત સિંધી સમાજને જાણ કરવામાં આવેલ છે કે તા.૮ ના દિવસે  શ્રી ગુરુનાનક જયંતિ આવી રહી છે પણ ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો છે.સાથો સાથ તા.૬ ના દિવસે સવારે ધ્વજા રોહણ કરાયેલ અને તા.૮ ના દિવસે પ્રસાદ પણ રદ કર્યો છે જેની સમાજના સર્વે લોકોએ નોંધ લેવી. તા.૮ એ ફકત રાત્રે મંદિરે કીર્તનનું આયોજન કરેલ છે.

રામાનંદી સાધુ સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી આદ્યાચાર્ય જગતગુરુ શ્રી ભગવન્નિમ્બાકાચાયૅજીનો ૫૧૧૮ મા જન્મોત્સવ વિ સં ૨૦૭૯ કાર્તિક સુદ પૂર્ણિમા તા.૮ ને મંગળવારના રોજ આયોજન કરાયું હતું પરંતુ ઝુલતા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને સ્નેહમિલન તેમજ ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે.મોરબી-માળિયા રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા.૮-૧૧ ના રોજ સવારે ૯ કલાકે ગુરુપૂજન, સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને સમયોચિત હરિનામ સંકીર્તન કરાશે અને બપોરે ૨:૩૦ કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે તેમ રામાનંદી સાધુ સમાજે યાદીમાં જણાવેલ છે.






Latest News