મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત


SHARE







મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત

મોરબીના માધાપરમાં દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે માન્ય રાખીને કોર્ટે આરોપીઓનો જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે

મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યાર બાદ ફાયરીંગ થયું હતું જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ આરોપીના વકીલ મારફત મોરબી કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને ધ્યાને લઈને મોરબીના મહે.પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને જમીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને આરોપીના વકીલે કહ્યું હતું કે, આરોપીએ કોઈને મારી નાખવાની કોશિશ કરી નથી. એફઆઈઆર જોતા આરોપીનો કોઈ રોલ આવતો ન હોય અને આરોપીઓ મોરબીના સ્થાનિક રહેવાસી છે જેથી ભાગી જાય તેમ નથી વિગેરે દલીલ કરી હતી અને કેસમાં સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા રોકડાયેલા હતા અને હાલમાં ત્રણેય આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી પક્ષે સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી અને સહેનાઝબેન સુમરા રોકાયેલ હતા




Latest News