ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ઝૂલતા પુલના અસરગ્રસ્તોને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલ કરશે કાનૂની મદદ


SHARE







ઝૂલતા પુલના અસરગ્રસ્તોને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલ કરશે કાનૂની મદદ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલ દ્વારા ઝુલતાપુલના અકસ્માતનાં બનાવમાં અસરગ્રસ્તોને કાનુની મદદ આપવા માટેની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ (લીગલ સેલ)ના પ્રમુખે તૈયારી દર્શાવી છે તેવું જાણવા મળેલ છે

તાજેતરમાં બનેલા ઝુલતાપુલનો અકસ્માતમાં મોરબીના તેમજ આજુબાજુના ગામડાના ઘણાબધા લોકો બનાવમાં અવસાન પામેલ જેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પોતાની દુખની લાગણી વ્યક્ત કરે છે. તમામ પરિવાર માથે આવી પડેલ અણધારી અને અસહ્ય દુખની પરિસ્થિતીમાં કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે અને પરિવારે સ્વજનો ગુમાવ્યાનું ભારોભાર દુખ છે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલ દ્વારા અસરગ્રસ્ત પરિવારને કોઈપણ કાનુની માર્ગદર્શનની જે કોઈપણ પ્રકારે જરૂરિયાત જણાય તેમજ કોઈ કાયદાકીય તેમજ કાનુની પ્રક્રિયા ઉપસ્થિત થાય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ સેલ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલ નિશુલ્ક પણે કોઈપણ જાતની ફી લીધા વગર અસરગ્રસ્ત પરિવારને કાનુની સેવા આપશે. આવા અસરગ્રસ્ત પરિવારો કાયદાકીય કાનુની સલાહ માટે ગુજરાત હાઇકોર્ટની અંદર કોઈપણ કાનુની સલાહ તેમજ માર્ગદર્શન મેળવવા માટે એડવોકેટ યોગેશભાઈ રવાણી (૯૮૨૪૦ ૪૯૭૯૧) નો સંપર્ક કરવો તેમજ મોરબી જીલ્લા માટે એડવોકેટ દિપક પરમાર (૯૮૭૯૭ ૧૨૦૭૩) મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય લક્ષ્મી પ્લાઝા ખાતે સંપર્ક કરવામાં જણાવ્યુ છે




Latest News