મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા ૨૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ: બહાર પાડ્યું નોટિફિકેશન


SHARE







મોરબીના જુદાજુદા ૨૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ: બહાર પાડ્યું નોટિફિકેશન

મોરબી શહેરના જુદા વિસ્તાર સહિતના જુદાજુદા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી હતી જેથી કરીને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને શહેરના ૨૦ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે

મોરબીના વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક તેમજ જૂના મોરબી શહેરના લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે અને આ અશાંતધારો લાગુ કરવામાં આવતા હવે તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે અને મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો પણ આપવી પડશે અને કલેક્ટરની મંજૂરી પછી જ મિલકતનું ખરીદ વેચાણ થઈ શકશે અને અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરી શકે છે અને મોરબીમાં વર્ષ ૨૦૨૭ સુધી ૨૦  વિસ્તારોમાં કલેકટરની પૂર્વ મંજૂરી વગર મિલ્કત શકાશે નહીં 




Latest News