મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં પુલ દુર્ઘટનાના મૃતકો-ઇજાગ્રસ્તોના પરિવારને તમામ મદદ કરશે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી


SHARE







મોરબીમાં પુલ દુર્ઘટનાના મૃતકો-ઇજાગ્રસ્તોના પરિવારને તમામ મદદ કરશે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી

મોરબીની પુલ તૂટવાની દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો કે ઇજાગ્રસ્તોને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન, મેડીકલ કે અન્ય સહાયની જરૂરિયાત હોય તો મોરબી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીએ તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી છે

મોરબી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી દ્વારા મોરબીની પુલ તૂટવાની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને તમામ સદ્ગતોના કુટુંબીજનો પર આવી પડેલ અણધાર્યા અને અસહ્ય દુ:ખમાં તેઓની પડખે છે.  આટલું જ નહીં આ દુર્ઘટનામાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓના તથા તેમના પરિવારોના દુઃખમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી મોરબી સતત તેમની સાથે છે તેમજ સદ્ગતોના કુટુંબીજનો, ઇજા પામનારાઓ તથા તેમના કુટુંબીજનોને કોઈપણ માર્ગદર્શન, મેડીકલ કે અન્ય સહાયની જરૂરિયાત હોય તો તેઓને સત્વરે ડીસ્ટ્રીક લીગલ સર્વીસીસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોરબીમાં આવેલ એડીઆર સેન્ટર ઉપર સંપર્ક કરી શકે છે અથવા લીગલનાં સુરેશ રાયકા કોન્ટેક નં- ૬૩૫૭૯ ૮૧૦૩૩ ઉપર સંપર્ક કરીને પણ મદદ મેળવી શકે છે




Latest News