મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જુલતાપૂલ : મચ્છુ નદીમાં શોધખોળનું કામ કેમ હતું મુશ્કેલ ?


SHARE











મોરબી જુલતાપૂલ : મચ્છુ નદીમાં શોધખોળનું કામ કેમ હતું મુશ્કેલ ?

ઝુલતા પુલ મચ્છુ નદી ઉપર હતો અને તે તૂટી પડતાં ઘણા લોકો નદીમાં પડી ગયા હતા અને તેમાંથી સરકારી આંકડા મુજબ હાલ સુધીમાં ૧૩૫ ના મોત નોંધાયા છે અને છેલ્લા ચાર દિવસથી રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદીજુદી એજન્સીઓ દ્વારા મચ્છુ નદીમાં બોડી શોધવા માટેનું રેસ્કયુ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું જો કે, મંગળવાર, બુધવાર અને ગુરુવારે નદીમાંથી કોઈ વ્યક્તિની બોડી મળેલ ન હતી જેથી કરીને આ ઓપરેશનને પૂર્ણ કરવામાં આવેલ છે જો કે, કામગીરી કરનારા જવાનો પાસેથી મલ્ટી માહિતી મુજબ ફૂલની નીચેના ભાગમાં નદીનું પાણી નહીં પરંતુ ગટરનું દૂષિત પાણી છે જેથી કરીને આ ગંદા પાણીમાં બોડીને શોધવા માટે જવનું કામ ખૂબ જ કપરું હતુ વધુમાં જવાનના કહેવા પ્રમાણે નદીનું પાણી હોય તો તેમાં નીચે ગયા પછી પણ વિઝિબિલિટી હોય છે જેથી કરીને તેમાં કોઇની બોડી હોય તો તે ધ્યાનમાં આવી જતી હોય છે પરંતુ ઝુલતો પુલ તૂટ્યો છે તે સ્થળની નીચેના ભાગમાં ગટરનું દૂષિત પાણી જ ભરેલું છે જેથી કરીને પાણીની નીચેના ભાગમાં વિઝિબિલિટી ન હતી માટે રેસ્ક્યુનું કામ કપરું હતું અને અધુરામાં પૂરું આ ગંદકીમાં ગાંડીવેલ હોવાથી આ કામ ક્યારેય ભૂલી ન શકાય તેવું હતું




Latest News