મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ માતાજીનાં મદિર પાસે ખાનગી સ્કૂલ બસે ચાર વ્યક્તિને હડફેટે લીધા


SHARE











મોરબીમાં મચ્છુ માતાજીનાં મદિર પાસે ખાનગી સ્કૂલ બસે ચાર વ્યક્તિને હડફેટે લીધા

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ છે જેથી કરીને હાલમાં નદીના પટ સુધી જવા માટેનો રસ્તો મચ્છુ માતાજીનાં મંદિર પાસેથી જય રહ્યો છે જેથી કરીને બચાવની કામગીરી માટે આવેલા તમામ જવાનો ત્યાં હોય છે તેવામાં ગઇકાલે મચ્છુ માતાજીનાં મંદિર પાસે ખાનગી સ્કૂલ બસના ચાલકે ત્યાં ત્રણ બાળક સહિત કુલ મળીને ચાર વ્યક્તિને હડફેટે લીધા હતા જેથી કરીને તે તમામને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ થતાં તાત્કાલિક એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો ત્યાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ચારેય વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં મદદ કરી હતી વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ બસની બ્રેક ફેઇલ થયેલ હોવાથી આ અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ અકસ્માતમાં અલી સમીરભાઈ બ્લોચ જાતેિ મકરાણી (4), નેકી સમીરભાઈ બ્લોચ જાતેિ મકરાણી (11) અને તસ્કિના સમીરભાઈ બ્લોચ જાતેિ મકરાણી (8) નામના બાળકો તેમજ રસીદાબેન સમીરભાઈ બ્લોચ જાતેિ મકરાણી (35)ને ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.




Latest News