મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ


SHARE







તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ

રાજકોટના જાળીયા ગામની પરણીતાએ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ મળીને સાત સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી તેવું કહીને અવારનવાર મેળા ટોણા મારી બોલાચાલી કરીને ગાળો આપી હતી અને તેને માર મારવામાં આવ્યો હતો આવતો હતો તેમજ મહિલાએ કરેલ કેસને પાછો ખેંચી લેવા માટે થઈને પતિ અને સસરા દ્વારા ધમકી દેવામાં આવી હતી જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના સાતની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ રાજકોટના જાળીયા ગામની પરણીતા હાલમાં વાંકાનેરની પેડક સોસાયટીમાં તેના માવતરના ઘરે હોય આરતીબેન જીગ્નેશભાઈ ચાવડા (૨૬)એ તેના પતિ જીગ્નેશભાઈ ચાવડા, સસરા મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, સાસુ મંજુલાબેન મનસુખભાઈ ચાવડા, જેઠ જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા, જેઠાણી દક્ષાબેન જયદેવભાઈ ચાવડા, નણંદ મનીષાબેન મનસુખભાઈ ચાવડા અને મમતાબેન મનસુખભાઈ ચાવડા રહે. બધા જાળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે નાની-નાની બાબતોમાં અને ઘરકામ બાબતે તેની સાથે બોલાચાલી કરી માથાકૂટ કરતા હતા તેમજ તું કરિયાવરમાં કંઈ સારું લાવેલ નથી તેવું કહીને અવારનવાર બોલાચાલી કરી ગાળો આપીને મારપીટ કરતા હતા અને તેણે કરેલ કેસ પાછો ખેંચી લેવા માટે તેના પતિ તથા સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News