ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ
Breaking news
Morbi Today

મોરબી ખાતે બીએપીએસના સંતો અને સ્વયંસેવકોને સેવા કાર્ય કરવા બદલ નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા


SHARE







મોરબી ખાતે બીએપીએસના સંતો અને સ્વયંસેવકોને સેવા કાર્ય કરવા બદલ નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા

રવિવારે મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વહાવી રહ્યા છે.આ દુર્ઘટના વખતે ત્યાં હાજર રહેલા અનેક લોકોએ માનવતા દાખવી સમયસૂચકતાથી સેંકડો વ્યક્તિઓના જીવ બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા.જેમાં બી.એ.પી.એસના સ્વયંસેવકોએ અનેક લોકોને બચાવી લઈને યોગ્ય સારવાર આપી હતી અને  સંતો તથા સ્વયંસેવકોએ તમામ પીડિતો અને રાહતકાર્યમાં જોડાયેલ સૌ માટે ભોજનની પણ ત્વરિત વ્યવસ્થા કરી હતી. ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘટના સ્થળે આવીને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બીએપીએસ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસના સંતો અને સ્વયંસેવકોએ કરેલ બચાવ કામગીરી અને ભોજન વ્યવસ્થારૂપી  સેવાકાર્યને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા.




Latest News