મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબી સિવિલ ખાતે રાતોરાત કાયાપલટ કરવાની કામગીરીની મોરબીવાસીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઇ આકરી ટીકા


SHARE







મોરબી સિવિલ ખાતે રાતોરાત કાયાપલટ કરવાની કામગીરીની મોરબીવાસીઓ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઇ આકરી ટીકા

મોરબીમાં મચ્છુ જળ હોનારતનો જે બનાવ બન્યો છે તેને પગલે હાલમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના જવાબદાર લોકો મોરબીમાં છે અને મોરબીની સિવિલ સહિતના જગ્યાઓની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે આ ઉપરથી આવેલા નેતાઓને સારું દેખાડવા માટે જે રીતે સ્થાનીક તંત્ર દ્રારા શહેરના મુખ્ય માર્ગોની રોડ રસ્તાઓની રીપેરીંગ અને સફાઈની કામગીરી અને ડીડીટી છાંટવાની જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે રીતે જ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પણ યુદ્ધના ધોરણે સફાઈ અને તમાન કામ કરવામાં આવી રહ્યા છે જેમાં લોકો માટે તૂટેલા ફૂટેલા ફ્રીજ હતા તેની જગ્યાએ રાતોરાત નવા ફ્રીજ મુકવામાં આવ્યા છે અને જે ઉખડેલા તૂટેલા પેવર બ્લોક હતા તેને રાતોરાત રીપેર કરવામાં આવ્યા છે અને ફાટેલા ગોદડા જેવા જે કોઈ બેડ હતા તેને જગ્યાએ નવા સાફ સુથરી બેડ, ચાદર અને ગાદલાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ રાતોરાત સિવિલ હોસ્પિટલને સારી દેખાડવા માટે સિવિલ હોસ્પિટલનું જે રંગકામ કરવામાં આવ્યું છે આ સમગ્ર બાબતના ફોટાઓ જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે તે ઉપરાંત અહીંના જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના આગેવાન તેમજ મોરબી માળિયા વિધાનસભા માટે ઉમેદવાર તરીકે જાહેર થયેલા પંકજભાઈ રણસરીયા અને તેમને ટીમ દ્વારા ગતરાત્રિના આ સમગ્ર બનાવની સિવિલે જઇને આકરી ટીકા કરીને ફેઇસબુક લાઈવ કરવામાં આવ્યું હતું અને આ પ્રકારે બહારથી આવતા નેતાઓને સારું લગાડવા માટે જે કામગીરી કરવામાં આવે છે તેની જગ્યાએ જો લોકોની સુખ સુવિધા માટે અગાઉ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોત તો અમારે વિરોધ જ ન કરવો પડે તેવું આક્રોશપૂર્વક તેઓએ જણાવ્યું હતું તેમજ હાલમાં જે રીતે તંત્ર કામે લાગ્યું છે અને તેને લઈને તેના જે ફોટા અને વીડીયા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને તેની લોકો ભરપેટ ટીકા કરી રહ્યા છે કે આ રીતે જે તમે ઝડપથી હાલ કામ કરી રહ્યા છો આ રીતે જો અગાઉ સારી રીતે કામ કરવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બની હોત જો અગાઉ તકેદારી રાખવામાં આવી હોત તો આવી ઘટના ન બની હોત.




Latest News