મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ


SHARE







મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ

મોરબીના રંગપર ગામે રહેણાંક મકાનની પાછળના ભાગમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 55 બોટલો મળી આવી હતી જો કે, આરોપી હાજર ન હોય તેને પકડવા માટેની તજવી ચાલી રહી છે જ્યારે મોરબીના સનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાંથી દારૂની ત્રણ બોટલ સાથે પોલીસે એક આરોપીને પકડીને ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના રંગપર ગામે રહેતા જયેશભાઈજંજવાડીયાના રહેણાંક મકાનની દિવાલની પાછળના ભાગમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને નાની મોટી 55 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 15,945 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ ઉર્ફે જય દિનેશભાઈ જંજવાડીયા રહે. રંગપર તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

3 બોટલ દારૂ

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રાધે પાનની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 360 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નૈમિસગીરી યોગેન્દ્રગીરી ગોસ્વામી (22) રહે. ઉમિયા સર્કલ યદુનંદન સોસાયટી શેરી નં-1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ

ટંકારાના નેકનામથી રોહીશાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર રાજાનો બંધ તરીકે ઓળખાતી સીમમાં ચેકડેમની પાળ નજીક બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 300 લીટર આથો, ગેસનો ચૂલો વિગેરે મળી આવ્યું હતું જેથી પોલીસે 8,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ ધનાભાઈ લોરીયા (45) રહે. નેકનામ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News